ગુજરાત

gujarat

ETV Bharat / videos

મહીસાગરમાં કુલ ત્રણ બેઠકો માટે મત ગણતરી શરુ - gujarat election bjp

By

Published : Dec 8, 2022, 1:45 PM IST

Updated : Feb 3, 2023, 8:35 PM IST

મહીસાગર જિલ્લામાં(Gujarat Assembly Election 2022)આજે કુલ ત્રણ બેઠકો માટે મત ગણતરી શરુ થઈ છે. ગત 5 મી ડિસેમ્બરના રોજ યોજાયેલ(Mahisagar assembly seat) બીજા તબક્કાની ચૂંટણીમાં બાલાસિનોરમાં 62.63 ટકા મતદાન, લુણાવાડામાં 62.96 ટકા મતદાન, અને સંતરામપુરમાં 59.01ટકા મતદાન થયુ છે. તમામ ત્રણેય બેઠકોની મતગણતરી પી.એન.પંડ્યા આર્ટસ કોલેજ લુણાવાડા ખાતે શરુ થઈ ચૂકી છે. મહીસાગર જિલ્લાની ત્રણેય બેઠકો માટે કુલ 22 ઉમેદવારો મેદાનમાં છે. બાલાસિનોર બેઠક પર ભાજપના માનસિંહ ચૌહાણ અને કોંગ્રેસના અજીતસિંહ ચૌહાણ અને આપના ઉદેસિંહ ચૌહાણ સાથે ટક્કર અને લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવક અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ અને અપક્ષના જયપ્રકાશ પટેલ સાથે ટક્કર તેમજ સંતરામપુર બેઠક પર ભાજપના ડૉ કુબેરભાઈ ડિંડોર અને કોંગ્રેસના ગેંદલભાઈ ડામોર અને આપ પાર્ટીના પર્વતભાઈ વાગડીયા વચ્ચે સીધી ટક્કર છે. મહીસાગરની ત્રણેય બેઠકો માટે 14 ટેબલો ગોઠવાયા છે. બાલાસિનોર 24 રાઉન્ડ, લુણાવાડા 25 રાઉન્ડ અને સંતરામપુર 21 રાઉન્ડ માટે મતગણતરી શરુ થઈ છે.ત્રણેય બેઠકો માટે લુણાવાડા પી.એન.પંડ્યા આર્ટસ કોલેજ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે 1 SP, 2 DYSP, 5 PI, 8 PSI અને 150 પોલીસ સ્ટાફ તેનાત છે. પરિણામ બતાવવા માટે ખાસ મોટી ટીવી સ્ક્રીન અને પબ્લીક લાઉસ્પીકર સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details