કોંગ્રેસના મહિલા નેતા અને વકીલે જાહેરમાં ચલાવી ગોળીઓ, જૂઓ વીડિયો - મહિલાઓએ સરકારી નિયમો તોડ્યા
હરિયાણા: હરિયાણાના પલવલમાં કોંગ્રેસ નેતા સહિત બે મહિલાઓનો (woman fire in Palwal) જાહેરમાં હથિયાર લહેરાવી અને હવામાં ફાયરિંગ કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બંને મહિલાઓ રસ્તાની વચ્ચે ગોળીઓ (women broke government rules) ચલાવી રહી છે અને પંજાબી ગીતો પર ડાન્સ કરી રહી છે. મહિલાઓએ તેમના સોશિયલ મીડિયા પર ફાયરિંગનો વીડિયો મૂક્યો છે. આ વીડિયો પોલીસના સાયબર સેલના ધ્યાન પર આવ્યો હતો, જેના પછી આ મહિલાઓને મુશ્કેલી પડી રહી છે. બંને મહિલાઓ વિરુદ્ધ આઈટી એક્ટ અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. રેણુ દેવીના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાતી બંને મહિલાઓની ઓળખ થઈ ગઈ છે. એક મહિલા ચંચલ ઉર્ફે દિશા ગૌતમ છે, જે પલવલના વોર્ડ નંબર 14ની રહેવાસી છે, જે કોંગ્રેસ પાર્ટીની મહિલા નેતા (woman Congress leader fire in Palwal) છે. બીજી મહિલા વોર્ડ નંબર 26ની રહેવાસી પૂનમ રાવ છે, જે વ્યવસાયે વકીલ છે. તેમણે કહ્યું કે, હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તપાસમાં જે પણ તથ્યો બહાર આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ આ રીતે ફાયરિંગ કરતા હોય તેનો વીડિયો ન મૂકે. આ કાયદાકીય ગુનો છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST