Congress Protest in Rajkot : કોંગ્રેસના કાર્યકરોની શા માટે પોલીસે કરી ટીંગાટોળી જૂઓ... - Police Arrested Congress Workers
રાજકોટ : દેશભરમાં મોંઘવારીએ (Congress Opposed Inflation) માજા મૂકી છે અને સામાન્ય લોકોનુ જીવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે રાજકોટ જિલ્લા કોંગ્રેસ દ્વારા બહુમાળી ચોક ખાતે મોંઘવારીને લઈને વિવિધ બેનરો અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન (Congress Protest in Rajkot) કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ શાકભાજીનાં ગળામાં હાર પહેરી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના આગેવાનો કાર્યકરો રસ્તા પર બેસી ગયા હતા. સરકારની આંખ ઉઘાડવા શેરી નાટક અને મોંઘવારીનુ બેસણું સહિતના આશ્ચર્યજનક વિરોધનુ આયોજન કરાયું હતું. જોકે, પોલીસે દેખાવો કરી રહેલા તમામની ટીંગટોળી (Police Arrested Congress Workers) સાથે અટકાયત કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST