Narmada Flood: 'ભાજપાના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે, પ્રજા તમારા વધામણા કરવા થનગની રહી છે' - કોંગ્રેસ MLA - Narmada
Published : Sep 21, 2023, 12:32 PM IST
નર્મદા: 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં નર્મદા નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી. જેમાં અનેક ગામો ડૂબી ગયા હતા. પૂર બાદ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. લોકોને ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો અને કોંગ્રેસની ટીમે નર્મદાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી અને લોકોને મળ્યા હતા. લોકોએ પોતાની હૈયાવરાળ કોંગ્રેસના આગેવાનો સામે ઠાલવી હતી કે ખાવા પીવાના સમાન તો ઠીક કોઈ ગામમાં પાણીની બોટલ આપવા પણ નથી આવ્યા. કોંગ્રેસના આગેવાનો ભરૂચ નર્મદા જિલ્લાના પૂરથી પ્રભાવિત વિસ્તારોના અસરગ્રસ્ત લોકો અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એ માટેની રજૂઆતો કરશે. કોંગ્રેસે ભાજપના મંત્રીઓ માટે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે જનતા રાહ જુવે છે. જે અંકલેશ્વરમાં ભાજપના મંત્રીનો પ્રજાએ ઉધળો લીધો આજ એ જ જગ્યાએ અમે પણ ગયા પણ અમારી વાત એમણે શાંતિથી સાંભળી. હવે પ્રજા પણ સમજી ગઈ છે અને અમે કહીએ છીએ કે ભાજપાના મંત્રીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં આવે, પ્રજા તમારા વધામણા કરવા થનગની રહી છે.
Valsad News: ટુકવાડા ગામમાં સાઇકલ લઈને 6 તરુણો ગયા નદીમાં નાહવા, પાણીમાં ડૂબતા એકનું મોત
Patan Monsoon 2023 : સિદ્ધપુરમાં સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ, નવા નીરની આવક