હવે ધારાસભ્યએ આપી જગદીશ ઠાકોરને સલાહ, કહ્યું... - જગદીશ ઠાકોરનું નિવેદન
રાજકોટ : રાજકોટ જિલ્લાના ધોરાજી-ઉપલેટા વિધાનસભાના (Jagdish Thakor Statement) કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય લલિત વસોયાએ કોંગ્રેસ પક્ષના ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખ્યો છે. જેમાં પાર્ટીના હિત માટેનું વિચારી અને આ પ્રકારના નિવેદન ન કરવા માટેનું જણાવ્યું છે. લલિત વસોયાએ લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ જગદીશ ઠાકોરે (Congress MLA Lalit Vasoya) પાટીદાર સમાજ અને સમાજના અગ્રણી નરેશ પટેલ વિશે જે નિવેદન કર્યું છે. તેનાથી સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. આ બાબતે બધા સામાજિક આગેવાનો અને પાર્ટીના પાટીદાર સમાજના આગેવાનોએ ઉગ્રતાપૂર્વક તેમના સમક્ષ રજૂઆત કરેલી છે, ત્યારે પાર્ટીના જવાબદાર આગેવાન દ્વારા આ પ્રકારના બે જવાબદારી ભર્યા નિવેદનો ન કરવા જોઈએ તેવું લલિત વસોયાએ જગદીશ ઠાકોરને પત્ર લખી જણાવ્યું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જગદીશ ઠાકોરને પત્ર લખી નમ્રતાપૂર્વક અપીલ કરી છે કે, આ પ્રકારના નિવેદનો ન કરે જેથી પાર્ટીને નુકસાન થાય (Lalit Vasoya wrote Letter Jagdish Thakor) તેવું પત્ર લખી ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST