ગુજરાત

gujarat

ETV Bharat / videos

Gujarat Assembly 2022 : વિધાનસભા બેઠક જીતવા માટે ધારાસભ્યે સ્લોગ આપીને કર્યા પ્રચારના શ્રી ગણેશ - Gujarat Assembly 2022

By

Published : Aug 8, 2022, 4:06 PM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

નવસારી : નવસારીમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly 2022) થોડા જ મહિનાનો સમય બાકી છે, ત્યારે આ વખતે વાંસદા વિધાનસભાને રાજકીય પક્ષો કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. જેને લઈને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ (Congress MLA Anant Patel slogan) દ્વારા મારું ઘર અનંતનું ઘરના સ્લોગન સાથે મતદારોને રીઝવવા માટે ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો. નવસારી જિલ્લામાં કુલ ચાર વિધાનસભા છે. જેમાં વાંસદા (Assembly seat in Navsari) વિધાનસભા હાલ કોંગ્રેસના કબજામાં હોય ત્યારે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના કબજા વાળી વાંસદા વિધાનસભાને જીતવા માટે ભાજપ કમર કસી રહ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસ આ ગઢમાં ગાબડું ન પડે અને બેઠક જળવાઈ રહે તે માટે પોતાનું લોહી રેડી રહ્યા છે, ત્યારે આ વખતે ધારાસભ્યએ પોતાના જન્મદિવસ 6 ઓગસ્ટના દિવસે ઉજવણીમાં એક નવું સ્લોગન મારું ઘર અનંતનું ઘર સાથે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય ઘરે ઘરે પોતાના સમર્થકો સાથે જઈ મારું ઘર અનંતનું ઘરના નામ (Vansda assembly seat)વાળું સ્ટીકર દરવાજા પર લગાવીને જનસંપર્ક શરૂ કર્યો છે. તો બીજી તરફ ભાજપ 27 વર્ષના સાશનમાં આદિવાસીઓને અન્યાય કર્યો હોય એવા આક્ષેપો સાથે આદિવાસીઓના હક્ક અપાવવાના મુદ્દે આ બેઠકને જીતવા માટે કમર કસી છે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details