કોંગ્રેસના નેતાએ કરેલ વિવાદિત ટ્વીટને લઈને ગૃહપ્રધાને આપ્યો વળતો જવાબ - Bharatiya Janata Party
સુરત કોંગ્રેસના નેતા નતાશા શર્માએ એક વિવાદાસ્પદ ટિપ્પણી ટ્વીટ કરી તેઓએ ટ્વીટ કર્યું છે કે કોઈ ગુજરાત સે ભી ગોલ્ડ મેડલ લાયા હે ખેલો મે યા ફિર બેન્ક લુટકર ભાગને મે હી ગોલ્ડ મેડલીસ્ટ હે આ પ્રકારનું ટ્વીટ કરતા ગુજરાતના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે નવનિર્મિત પોલીસ મથકનો શુભારંભ કરવામાં આવેલા ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પોતાના નિવેદન કોંગ્રેસના નેતા નતાશા શર્મા તેમજ કોંગ્રેસ પક્ષને આંડે હાથ લીધો હતા. તેઓએ જણાવ્યુ હતુ કે કોમનવેલ્થ ગેમ્સમાં આખો દેશ એક થઈને પ્રદર્શન કરે છે. ખેલાડીઓ રાત દિવસ મેહનત કરીને સૌથી વધુ ગોલ્ડ લાવે છે. આ જ રમતમાં ગુજરાતની આદિવાસી દીકરી સરિતા ગાયકવાડે દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું હતું. પરતું આ કોંગ્રેસની માનસિકતા લોકોની નજરે ચડે છે,કોંગ્રેસને ગુજરાત તેમજ ભાજપ થી વાંધો છે,ભાજપને વર્ષોથી ગાળો કોંગ્રેસ આપતી આવી છે હજી ગાળો આપો પણ ગુજરાતના લોકો પર આવી ટિપ્પણી ન કરો,કોંગ્રેસના નેતાઓને ગુજરાતની જનતા જવાબ આપશે,કોંગ્રેસ આવી ટિપ્પણી બાબતે માફી માગે.
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST