ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરઃ કોંગ્રેસમાંથી બિપેન્દ્રસિંહ જાડેજાને તક, ભાજપ પર કર્યા કટાક્ષ - aam aadmi party

By

Published : Nov 8, 2022, 9:34 AM IST

Updated : Feb 3, 2023, 8:31 PM IST

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની(Gujarat Assembly Elections) તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. આમ આદમી પાર્ટી એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે. કોંગ્રેસે પણ 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જામનગર 78 વિધાનસભા બેઠક પર જિલ્લામાં કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. જેઓ ભૂતકાળમાં એક પણ ચૂંટણી લડ્યા નથી. જો કે જામનગર-78 વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં ધારાસભ્ય હકુભા જાડેજાનો ભવ્ય વિજય થયો હતો.. જોકે આ વખતે પણ ભાજપ ધારાસભ્ય હકુભા જાડેજાને ટિકિટ આપે તેવી શક્યતા છે. આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રથમ જ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. જેમાં શહેર પ્રમુખ કરશન કરમુરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જો કે ભાજપે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર કર્યો નથી. ત્યારે મહત્વનું છે કે આ બેઠક માટે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્નીએ પણ દાવેદારી નોંધાવી છે. ત્યારે ભાજપ આ બેઠક માટે ક્યાં ઉમેદવાર પસંદગીનો કળશ ઢોળે છે તે જોવું રહ્યું.
Last Updated : Feb 3, 2023, 8:31 PM IST

ABOUT THE AUTHOR

...view details