ગુજરાત

gujarat

ETV Bharat / videos

દસાડા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવારે લખતરમાં કાર્યાલય ખુલ્લું મૂક્યું - Congress candidate for Dasada

By

Published : Nov 11, 2022, 5:29 PM IST

Updated : Feb 3, 2023, 8:32 PM IST

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) હવે આવી જ ગઇ છે. દરેક ઉમેદવારો હવે ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. કોઇ પણ પક્ષ હોઇ દરેક પક્ષ જીત માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે હાલ ચૂંટણીની તારીખો આવી ગઇ છે. અને ત્યાર બાદ તમામ ઉમેદવારો ચૂંટણી (Surendranagar assembly seats) માટે તૈયાર છે. વિધાનસભાની ચુંટણી બે તબક્કામાં યોજાવાની છે. ત્યારે પહેલા તબક્કાનું મતદાન તારીખ 1 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. ત્યારે રાજકિય પક્ષો દ્વારા ઉમેદ વારો જાહેર કરી દેવામાં આવ્યા છે. સાથે ઉમેદવારોએ દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે સુરે્દ્રનગરની 60 દસાડા વિધાનસભા બેઠકના (Dasada assembly seat) કોંગ્રેસના ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષ દ્વારા નૌશાદ સોલંકીને જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે નૌશાદ સોલંકીએ આજે લખતર ખાતે કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું. અને પોતાના મત વિસ્તારના લોકો ફરી એકવાર મને જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે લખતર ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યાલય ખુલ્લું મૂક્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST

ABOUT THE AUTHOR

...view details