ભાવનગરમાં ચોમાસા પૂર્વે મનપા દ્વારા પ્રીમોન્સૂન પ્લાનિંગ હાથ ધરાયું, 55 જેટલી જગ્યાઓ પર કામગીરી શરૂ - monsoon in Bhavnagar
ભાવનગર મહાનગરપાલિકાએ( Bhavnagar Municipal Corporation)દોઢ મહિના અગાવ પ્રીમોન્સૂન કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે. શહેરના છેવાડે નીચાણવાળા (Premonsoon operations in Bhavnagar)વિસ્તારમાં આવેલા નાળા સાફ કરવાની અને ઊંડું ઉતારવા કામગીરી આરંભી છે. જો કે ખર્ચ બમણો થઈ ગયો છે. સરકારી ચોપડે શરૂ થતાં 15 જુનના ચોમાસાને દોઢ મહિનાનો સમય બાકી છે તેવામાં ભાવનગર મહાનગરપાલિકામાં ડ્રેનેજ અધિકારી બદલાતા ચાલુ વર્ષે કામગીરી વહેલા આરંભવામાં આવી છે. શરૂઆત કામની મનપાએ કરચલિયા પરા વિસ્તારમાં ખારમાં આવેલ મફતનગરથી કરી છે. જ્યાંથી દરિયાનો પ્રારંભ થાય છે. દરિયો દૂર છે પણ તેની બનાવેલી સ્ટોર્મ લાઈનો બાદ પાણીના બુરાઈ ગયેલી કેનલોમાંથી માટી કાઢવાની શરૂઆત કરી છે કારણ કે દરિયાની પૂનમ અને અમાસની મોટી ભરતીમાં પાણી ત્યાં આવી જાય છે તેથી 15 દિવસમાં કામ પાર પાડવું પડે છે. આ વર્ષે કામનો ખર્ચ સ્ટોર્મ લાઇન સહિત અન્ય સ્ટોર્મ લાઈનો સાફ કરવા પાછળનો ખર્ચ 55 લાખએ પહોંચ્યો છે તેમ ડ્રેનેજ અધિકારી સોમપુરાએ જણાવ્યું હતું.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST