ગુજરાત

gujarat

ETV Bharat / videos

કરોડોની કચેરીની કિંમત હવે કોડીની, ધૂળખાઈ રહી છે RTO ઓફિસ - RTO office building

By

Published : Jan 16, 2023, 4:27 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી નવીન આરટીઓ ચેકપોસ્ટ (RTO office building) સતત વાહનોથી ધમધમતી રહેતી હતી. હાલ ત્રણ એક વર્ષ થી બંધ કરી દેવતા આ ચેકપોસ્ટ ધુળ ખાઈ રહી છે. અદ્યતન સાધન સામગ્રીને સીધી રાજ્ય સ્તરની વાહન વ્યવહારની વડી કચેરીએ ઓનલાઇન તપાસ (Check office online) થઇ શકે તેવી આ ચેકપોસ્ટ ને 2019 ના વર્ષમાં વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કર્યું હતું. 10 મહિનામાં જ રાજ્યભરની તમામ ચેકપોસ્ટ બંધ કરવાનો નિર્ણય લેવાતા અંબાજી નજીક ગુજરાત - રાજસ્થાન ને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ ને બંધ કરી દેવામાં આવી હતી. આ ચેકપોસ્ટના ઓફિસોના બારી બારણાં(Windows of check post offices) પણ મોટાભાગે ચોરાઈ ગયા છે. જ્યાં રાસ રચીલી ઓફિસ આખી ખેદાન મેદાન થઇ ગઈ હોય તેમ ઓફિસોમાં તોડફોડ ને ભારે ગંદકી જોવા મળી રહી છે. કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલી આ સરકારી ઇમારત દિનપ્રતિદિન ખંડેર(Government offices in ruins) હાલતમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. એક તરફ આવી કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સરકારી ઓફિસો ખંડેરમાં ફેરવાઈ રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details