Surat Snake Rescue : લાડવી ગામે હેરિટેજ હોમ્સમાં ઝેરી કોબ્રા સાપ ઘુસ્યો, જીવદયા પ્રેમીએ કર્યું રેસ્ક્યું - જીવદયા પ્રેમી કેતનભાઈ કોળી
Published : Sep 30, 2023, 9:50 PM IST
સુરત : કામરેજ તાલુકાના લાડવી ગામે આવેલ હેરિટેજ હોમ્સના એક ઘરમાં કોબ્રા સાપ ઘુસી જતા રહીશોમાં નાસભાગ મચી હતી. આ અંગે જીવદયા પ્રેમીઓએ જાણ કરવામાં આવતા તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. આ સાપનું રેસ્કયુ કરી સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો.
ત્રણ ફૂટ લાંબો ઝેરી કોબ્રા : સુરત જિલ્લામાં કામરેજ તાલુકાના લાડવી ગામે આવેલ હેરિટેજ હોમ્સના એક ઘરમાં કોબ્રા સાપ ઘુસી ગયો હતો. રહીશોની નજર આ સાપ પર પડતા સૌ હાંફળાફાંફળા થઈ ગયા હતા. થોડો સમય ત્યાં નાસભાગ મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ કામરેજના માંકના ગામના જીવદયા પ્રેમી કેતનભાઈ કોળીને કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. તેઓએ હેમખેમ આ કોબ્રા સાપનું રેસ્કયુ કર્યું હતું. સાપને એક પ્લાસ્ટિકના ડબ્બામાં પૂરી નજીકની સુરક્ષિત જગ્યાએ છોડવામાં આવ્યો હતો. સદનસીબે સાપે કોઈપણ પ્રકારનું નુકશાન પહોંચાડ્યું ન હતું. જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
સાપ દૂધ પીવે ? જીવદયા પ્રેમી કેતનભાઈ કોળીએ જણાવ્યું હતું કે, આ બાબતે અમને કોલ મળતા જ અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સુરક્ષિત રીતે સાપનું રેસક્યું કરી લીધું હતું. સાપની લંબાઈ અંદાજિત ત્રણ ફૂટ લાંબી હતી. સાપને લઈને સ્થાનિક રહીશોમાં ઘણી અંધશ્રદ્ધા પણ જોવા મળી હતી. ઘણા લોકો સાપને દૂધ પીવડાવી રહ્યા હતા. જેને લઈને સાપને દૂધ ન પીવડાવવાની અમે અપીલ કરી હતી. કારણ કે સાપ માંસાહારી હોય છે. દૂધ પીવડાવવાથી સાપને શારીરિક નુકશાન થઇ શકે છે.