Keral News: ATM કાઉન્ટરમાં ઘુસ્યો સાપ, જુઓ સીસીટીવી ફુટેજ - કેરળમાં એટીએમ કાઉન્ટરમાં ઘુસ્યો સાપ
ઇડુક્કી:એટીએમ કાઉન્ટર પર દરરોજ સેંકડો લોકો આવે છે. આથી કેટલીક જગ્યાએ એટીએમ કાઉન્ટર સામે લાંબી કતારો જોવા મળી રહી છે. પરંતુ ગઈકાલે, કેરળના ઇડુક્કી જિલ્લામાં કાર્યરત સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાના ATM કાઉન્ટરમાં પ્રવેશનાર 'વ્યક્તિ'ને જોઈને સ્થાનિક લોકો ચોંકી ગયા હતા. એટીએમમાં ઘૂસી ગયેલા કોબ્રાએ સમગ્ર વિસ્તારને ડરાવી દીધો હતો. એટીએમમાંથી પૈસા ઉપાડવા આવેલી ગૃહિણીએ સૌપ્રથમ સાપને જોયો હતો. પરંતુ જ્યારે તેઓ એટીએમમાં પ્રવેશ્યા ત્યારે સાપે તેમનું ધ્યાન ખેંચ્યું ન હતું. ત્યાર બાદ જ્યારે તે પૈસા ઉપાડીને પરત જતી હતી ત્યારે ગૃહિણીએ એક સાપને જમીન પર પડેલો જોયો હતો. સદનસીબે તે સાપ કરડ્યા વિના બચી ગઈ. ગૃહિણીને સુરક્ષિત બહાર કાઢ્યા બાદ સ્થાનિકોએ આવીને તપાસ કરતાં સાપ મળી આવ્યો હતો. પરંતુ આસપાસના લોકો એકઠા થતાં સાપ કાઉન્ટરમાં ઘુસી ગયો હતો. બાદમાં ફોરેસ્ટ વિભાગની કચેરીમાંથી વન વિભાગની ટીમે આવીને ભારે જહેમત બાદ સાપને પકડી લીધો હતો. આ સાપને રાત્રે 10 વાગ્યાની આસપાસ પકડીને સવારે પેરિયાર ટાઈગર રિઝર્વમાં છોડી દેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:Bihar News : યુવાને કોબ્રાને મોઢામાં મુક્યો, ગળામાં લટકાવ્યો... રમત-રમતમાં ગુમાવ્યો જીવ