Coast guard resque: પોરબંદરથી 90 નોટિકલ માઈલ વિદેશી શિપના કેપ્ટનને એટેક આવતા કોસ્ટગાર્ડે રેસ્ક્યુ કર્યું - Coastguard rescues captain of foreign
પોરબંદરથી 90 નોટિકલ દૂર એક વિદેશી શિપમાં કેપટનને હાર્ટ એટેક આવ્યો હોવાની માહિતી કોસ્ટ ગાર્ડને મળતા પોરબંદર કોસ્ટ ગાર્ડ દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવી હતી. પોરબંદરમાં સારવાર અર્થે લવાયા બાદ કેપટનની સ્થિતિ વધુ ગંભીર જણાતા રાજકોટ ખસેવડવામાં આવ્યો હતો. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે, ત્યારે વાતાવરણ ખરાબ હોય છે આવા સમયે સમુદ્રમાં મુશ્કેલી ભરી પરિસ્થિતિ હોય છે. આ વાતાવરણમાં એક વેપારી એમ ટી ગેસ પીસસ નામની શિપ મુદ્રાથી માલદીવ ગેસ ભરીને જતું હતું પોરબંદરથી 90 નોટિકલ માઇલ અંતરે પહોંચતા શિપના કેપટનને હાર્ટ એટેક આવ્યો હતો. શિપ ના ક્રૂ મેમમ્બરોએ તાત્કાલિક કોસ્ટ ગાર્ડની મદદ માંગી હતી. કેપટનનો જીવ બચાવવા કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી વિદેશી શિપ પાસે પહોંચી કેપટનને સમુદ્રમાં ગંભીર વાતાવરણમાં એરલીફ્ટ કરવામાં આવ્યો હતો. પોરબંદર હોસ્પિટલમાં લાવવામાં આવતા તેની સ્થિતિ ગંભીર જણાતા રાજકોટ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. આમ કોસ્ટ ગાર્ડ દ્વારા આજે કેપટન નો જીવ બચાવવામાં આવ્યો હતો .