જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપવામાં આવશે : નીતિશ કુમાર - બિહારને વિશેષ દરજ્જાની માગણી
બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે ફરી એકવાર બિહારને વિશેષ દરજ્જાની માગણીની હિમાયત કરી છે (Cm Nitish on Special Status For Bihar). તેમણે તેને બિહારના વિકાસનો મામલો ગણાવ્યો છે. નીતિશ કુમારે કહ્યું કે, જો કેન્દ્રમાં સરકાર બનશે તો અમે તમામ પછાત રાજ્યોને વિશેષ દરજ્જો આપીશું. તેમણે આગળ કહ્યુ કે 'હું હંમેશા થી વિશેષ શ્રેણીના દરજ્જાની માંગણી કરતો આવ્યો છું. સમગ્ર સરકાર વતી આમ કરવાનું ચાલુ રાખીશ. મેં દરેક બેઠકમાં વાત કરી છે. જો અમને સરકાર બનાવવાની તક મળશે, તો બિહાર સિવાયના અન્ય પછાત રાજ્યોને ચોક્કસ આપવામાં આવશે'.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST