ગુજરાત

gujarat

CM Message on Cyclone : બિપરજોય વાવાધઝોડાને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

ETV Bharat / videos

CM Message on Cyclone : બિપરજોય વાવાધઝોડાને લઇ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ - મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે

By

Published : Jun 16, 2023, 9:48 PM IST

ગાંધીનગર : બિપરજોય વાવાઝોડાની આપત્તિ સામે સમગ્ર ગુજરાતે કરેલા આયોજનબદ્ધ પ્રયાસો અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો હતો. તેમણેે કહ્યું હતું કે બિપરજોય વાવાઝોડાનો સામનો કરવા માટે રાજ્યનું વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજાગ અને સજ્જ હતું, તેથી આ તીવ્ર વાવાઝોડા સામે ગુજરાતમાં બહુ મોટા નુકસાન અને જાનહાનિને ટાળી શકાયા છે. સરકારની પૂર્વતૈયારીઓ, અગમચેતી અને સમયસરના પગલાંઓને કારણે આપણે હેમખેમ આ કુદરતી આફતમાંથી પાર નીકળી શક્યા છીએ.

વિગતવાર અને એડવાન્સ્ડ પ્લાનિંગ  વાવાઝોડાનો બહાદુરીપૂર્વક સામનો કરવા માટે તેમણે રાજ્ય સરકારના તમામ પ્રધાનો, વિભાગો, જિલ્લા વહીવટીતંત્રો અને વરિષ્ઠ અધિકારીઓના અથાગ પરિશ્રમ અને સૂઝની પ્રશંસા કરી અને ટીમ ગુજરાતને અભિનંદન પાઠવ્યા હતાં વાવાઝોડાંની આગાહી બાદથી જ સીએમ પટેલે સમગ્ર રાજ્યના વહીવટીતંત્ર તેમજ જિલ્લા વહીવટીતંત્રોને આ કુદરતી આપત્તિનો મુકાબલો કરવા માટે વિગતવાર અને એડવાન્સ્ડ પ્લાનિંગ માટે સજ્જ કર્યા હતાં.સીએમ પટેલ પોતે 4 દિવસોથી ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)માં સવાર અને સાંજ હાજર રહી દરિયાકાંઠાના વિસ્તારોની પરિસ્થિતિ અંગે તાગ મેળવતાં રહ્યાં હતાં. આજે સવારે પણ SEOCમાં જઇને ગુજરાત પર ત્રાટકેલા વાવાઝોડાથી થયેલી અસરો, ખાસ કરીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી જાનમાલની નુકસાની અંગેની વિગતો મેળવી હતી.

પરિસ્થિતિ પૂર્વવત કરવા પ્રયાસ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં સમગ્ર તંત્રને બચાવ અને રાહત કામગીરી તેમજ રિસ્ટોરેશનની કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચનાઓ આપી છે. વાવાઝોડું પસાર થયાની ગણતરીના કલાકોમાં જ વીજળી, પાણી, રોડ રસ્તા વગેરેની પરિસ્થિતિ પૂર્વવત કરવા રાજ્ય સરકારનું તંત્ર સતત પરિશ્રમરત રહીને સમગ્ર પરિસ્થિતિને થાળે પાડવાના આયોજનબદ્ધ પ્રયાસો થયા હતાં.

  1. Cyclone Biparjoy Landfall Impact: સરકારે 5 દિવસ સુધી કેસ ડોલની કરી જાહેરાત, નુકસાની બાબતનો સર્વે શરૂ
  2. Cyclone Biparjoy Landfall Impact: કચ્છમાં વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ થયેલ નુકસાનીની વિગતો
  3. Surat News : સી આર પાટીલે વાવાઝોડામાં સરકારની કામગીરીની પ્રશંસા કરી, ડોક્ટર સેલ માટે વિશેષ વખાણ

ABOUT THE AUTHOR

...view details