વ્યારામાં નિર્માણાધિન રમત ગમત સંકુલનું મુખ્યપ્રધાને કર્યું નિરીક્ષણ, ડિસેમ્બર સુધી કાર્ય પૂર્ણ થવાનું અનુમાન - Sports complex
તાપીઃ આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav)અંતર્ગત આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ( CM Bhupendra Patel)વ્યારા સ્થિત કાનપુરામાં રમતગમત સંકુલના નિર્માણ( sports complex in Tapi )કાર્યના નિરીક્ષણ માટે આવ્યા હતા. અહીં તેમણે નિરિક્ષણ કરી અધિકારીઓને સલાહ-સૂચન પણ (Sports complex)આપી હતી. આ સંકુલનું નિર્માણ આઠ એકર જમીન ઉપર થઇ રહેલ છે. સંકુલમાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ જેમાં બેડમિન્ટન, બાસ્કેટ બોલ, ટેબલ ટેનિસ, શુટિંગ રેન્જ, યોગા, જીમ થતા જુડોની રમતો તમામ સાધન સુવિધા યુક્ત હોલનું નિર્માણ માટે રૂપિયા 5.50 કરોડની વહિવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરવામાં આવેલ છે. જેની 35 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. સંપુર્ણ કામગીરી અંદાજિત 31-12-2022 સુધી કામગીરી પૂર્ણ થશે. આ ઉપરાંત કબડ્ડી 2, વોલીબોલના 2, ખો-ખો 1, આર્ચરી પ્રેક્ટીસના આઉટડોર ગ્રાઉન્ડના બાંધકામ માટે અંદાજિત પર્પઝ રૂપિયા 01 કરોડ વિહવટી મંજુરી મેળવી કામનો પ્રારંભ કરી છે. જેની 80 ટકા કામગીરી હાલ પુર્ણ થયેલ છે. હાલ 6.50 કરોડના કામો પ્રગતિમાં છે.
Last Updated : Feb 3, 2023, 8:25 PM IST