ગુજરાત

gujarat

ETV Bharat / videos

child dies after falling in water: સુરતમાં ટાંકીમાં બાળક પડી જતાં મોત, જાણો શું છે મામલો - Surat Godadra Police

By

Published : Apr 22, 2022, 6:51 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં(Godadra area of Surat) આવેલ ધીરજ નગર 1માં 6 વર્ષના બાળકની પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બાળકે ઘરેથી માતાને ટ્યુશને જવાનું (Death of child into tank in Surat)કહીને નીકળ્યું હતું. પરંતુ બાળક મોડી રાત સુધી ઘરે પરત ફર્યો નહોતો જેથી પરિવારે ટ્યુશન જઈ પૂછ્યું પરંતુ કોઈ ભાડ ન મળતા આજુબાજુ શોધખોળ હાથ ધરી હતી અંતે પરિવારે આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં (Surat Godadra Police)ફરિયાદ આપી હતી. જેને લઈને પોલીસે આ મામલે ગંભીરતા દાખવી પોલીસે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. પોલીસ તપાસમાં બાળકના ઘરના ટેરેસ ઉપરના પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. જેને લઈને આજુબાજુના લોકો દોડતા થઇ ગયા હતા. અને માતા-પિતા આ જોતા જ હૈયાફાંટ રુદન શરૂ થઇ ગયું હતું. પરિવારનો લાડકવાયા પુત્રના અકાળે મોતથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

...view details