ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેતરમાંથી મૃત દીપડો મળી આવતા વન વિભાગની ટીમ થઈ દોડતી - leopard field in Kangvai village

By

Published : Oct 29, 2022, 10:22 AM IST

Updated : Feb 3, 2023, 8:30 PM IST

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા કાંગવાઈ ગામના (leopard dead in Kangvai village) ખેતરમાંથી મૃત દીપડો મળી આવતા ચકચાર મચી છે. ઉલ્લેખનીય છે કે, જંગલોના નિકંદનને કારણે વન્ય પ્રાણીઓ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે, ત્યારે આ વન્ય પ્રાણીઓ સાથે કોઈક વાર ગંભીર ઘટના બનતી હોય છે. આવી જ ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા કાંગવઈ (Chikhli Forest Department) ગામમાં બની છે. કાંગવાઈ ગામમાં રોહિત ફળિયામાં આવેલા ખેતરમાંથી મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. જેની સમગ્ર જાણ ત્યાંના સ્થાનિક તોફીક ભાઈએ વન વિભાગના અધિકારીઓને (leopard field in Kangvai village) કરતા ચીખલી વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી મૃત દીપડાનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. દિપડાનું મૃત્યુનું કારણ હજુ અકબંધ છે.(Dead leopard in Chikhli)
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details