CM ભુપેન્દ્ર પટેલે પત્ની સાથે માં અંબાના દરબારમાં ઝુકાવ્યું શીશ - Bhupendra Patel with wife Ambaji temple
અંબાજી : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પત્ની હેતલ પટેલ સાથે માં અંબાના (Bhupendra Patel with wife Ambaji temple) દરબારમાં પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા બ્રાહ્મણોએ કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ભુપેન્દ્ર પટેલે નિજ મંદિરમાં પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માં અંબાના આશીર્વાદ લીધા હતા. ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક કરી માતાજીની ચૂંદડી ઓઢાડી હતી. મુખ્યપ્રધાને માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીવાર્દ લીધા અને રક્ષાપોટલી પણ બંધાવી હતી. આ ઉપરાંત મુખ્યપ્રધાને માતાજીના મંદિરે ધજા રોહણ કર્યું હતું. તો સાથએ ધર્મપત્ની સાથે ધજા ને માતાજીના શિખરે ચઢાવી ધન્યતા અનુભવી હતી. (Bhupendra Patel Visiting ambaji temple)
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST