CJI Chandrachud visits Shirdi: CJI ચંદ્રચુડે શિરડીમાં સાંઈ બાબાના કર્યા દર્શન - CJI Chandrachud visits Shirdi
Published : Sep 17, 2023, 10:42 AM IST
શિરડી:ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે શિરડીમાં સાઈ બાબાના દર્શન કર્યા હતા. ચીફ જસ્ટિસ ચંદ્રચુડ શનિવારે સાંજે શિરડી આવ્યા હતા અને સાંઈ બાબાના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ તેમણે કોમેન્ટ બુકમાં પોતાના મંતવ્ય લખ્યા હતા. કોમેન્ટમાં તેમને લખ્યું કે, 'મારા જીવનનો દરેક દિવસ સાંઈના આશીર્વાદથી ભરેલો છે.' આ પ્રસંગે તેમણે સાઈ બાબાને ભગવા રંગની શાલ અર્પણ કરી હતી. તેમણે સાંઈ બાબાના ચરણોની પૂજા કરી અને આરતી પણ કરી હતી. સાંઈ બાબાના દર્શન કર્યા પછી, સાંઈ સંસ્થાનના પ્રમુખ અને જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સુધાકર યરલાગડ્ડા અને સાઈ સંસ્થાનના મુખ્ય કાર્યકારી અધિકારી પી. શિવશંકરે ચંદ્રચુડને શાલ અને સાંઈની મૂર્તિ આપીને તેમનું સન્માન કર્યું હતું.