ગુજરાત

gujarat

મહિલા હેડ કોન્સ્ટેબલ 3000 રુપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

ETV Bharat / videos

Chhotaudepur Crime News: મહિલા હેડ કોન્સ્ટેબલ 5000 રુપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા - એસીબી

By ETV Bharat Gujarati Team

Published : Jan 6, 2024, 10:24 PM IST

છોટાઉદેપુરઃ શહેરની મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ 5000 રુપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા છે. એસીબીએ સફળ ટ્રેપમાં આ મહિલા હેડ કોન્સ્ટેબલ અરુણા રાઠવાને ઝડપી લીધા હતા. આ ઘટનાથી સમગ્ર પોલીસ બેડામાં ચકચાર અને ફફડાટ મચી ગઈ હતી. એક પતિ પત્નીના ઝઘડાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં થઈ હતી. જેમાં પતિને જામીન અપાવવા માટે કુલ 10 હજાર રુપિયાની માંગણી મહિલા હેડ કોન્સ્ટેબલે કરી હતી. રકઝક બાદ લાંચની રકમ 5000 રુપિયામાં નક્કી થઈ હતી. તા.4 જાન્યુઆરીએ મહિલા હેડ કોન્સ્ટેબલે 2000 રુપિયાની લાંચ લઈ લીધી હતી. જ્યારે બાકીની રકમ આજે લેવાનું નક્કી કર્યુ હતું. જો કે પતિ લાંચ આપવા તૈયાર નહતો તેથી તેણે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને એક ટ્રેપની યોજના કરી. આ ટ્રેપ બનાવવામાં ACB પીઆઈ શંકર વસાવા અને તેમની ટીમ જોડાઈ હતી. ટ્રેપના નક્કી કરેલ સમય અને સ્થળ પર મહિલા હેડ કોન્સ્ટેબલ આવી પહોંચ્યા હતા અને ટ્રેપમાં સપડાયા હતા. ACB પીઆઈ શંકર વસાવા અને તેમની ટીમે ઘટના સ્થળેથી મહિલા હેડ કોન્સ્ટેબલને રંગે હાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details