આંખો પર પટ્ટી બાંધી, ફિટનેસ ટેસ્ટ પછી ચિત્તા આવ્યા ભારત, જુઓ ચિત્તાની ભારતીય આવવાની સંપૂર્ણ સફર
મધ્ય પ્રદેશ: ભારતની 70 વર્ષની રાહ પૂરી થઈ. નામીબિયાથી ચિત્તાઓ શનિવારે સવારે 8 વાગ્યે મધ્ય પ્રદેશના ગ્વાલિયર પહોંચ્યા હતા. પરંતુ આ ચિત્તાઓને નામિબિયાથી ભારતમાં કેવી રીતે લાવવામાં આવ્યા તેના પર એક નજર કરીએ. આ ચિત્તાઓને ભારત લાવવામાં આવતા પહેલા નામીબીયાના જંગલોમાં શાંત કરવામાં આવ્યા હતા. એનેસ્થેસિયાનું ઈન્જેક્શન આપવામાં આવ્યું હતું. ઘેનની દવા બાદ તમામ ચિત્તાઓને ફોરેસ્ટ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં વેટરનરી તબીબોની ટીમે ચિત્તાનો મેડિકલ ટેસ્ટ કર્યો હતો. આંખે પાટા બાંધીને ફ્લાઇટમાં ચિત્તાઓને સંપૂર્ણ તકેદારી સાથે પાંજરામાં રાખવામાં આવ્યા હતા. ફરી એકવાર ચિત્તાઓની ફિટનેસ તપાસવામાં આવી. જે બાદ વિમાન ચિત્તાઓ સાથે ભારત જવા રવાના થયું હતું. વિડીયોમાં ચિત્તાઓને ભારતમાં લાવવાની સંપૂર્ણ પ્રક્રિયા જુઓ. (Cheetah Project) (Kuno National Park) (African Cheetahs Landed in Gwalior from Namibia) (Process of Cheetah Arrival in India)
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST