Somnath Mahadev Temple : સોમનાથ મહાદેવને પીળા પુષ્પોનો મોહક શણગાર, ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન - ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન
Published : Aug 25, 2023, 6:38 AM IST
સોમનાથ: શ્રાવણ મહિનો ધીમે ધીમે આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોની આસ્થા ખૂબ જ પ્રબળ બની રહી છે. શિવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસમાં શિવ ભક્તો મહાદેવના ઔલોકિક દર્શન કરી શકે તે માટે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ વિશેષ આયોજન કરાયું છે. ખાસ કરીને દિવસ દરમિયાન સાંજના સમયે સોમેશ્વર મહાદેવને અલગ અલગ શણગારથી સુશોભિત કરવામાં આવે છે. જેના દર્શન કરીને શિવ ભક્તો ખૂબ જ ધન્યતા પ્રાપ્ત કરે છે. તે મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ ચિવટતા પૂર્વક અને ભારે જહેમતને અંતે મહાદેવને પીળા પુષ્પોનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા પ્રાપ્ત કરી હતી.