ગુજરાત

gujarat

ETV Bharat / videos

શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રીની તૈયારીઓ, દર્શન આરતી અને ગરબાનો સમય જાણો - અંબાજી મંદિરમાં ઘટસ્થાપના

By

Published : Sep 23, 2022, 5:37 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

નવરાત્રી ( Navratei 2022 ) આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જેના નામે ગરબા રમાય છે તે મા અંબાના મૂળસ્થાન શક્તિપીઠ અંબાજી ( Shaktipith Ambaji Garba ) ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. તારીખ 26 સપ્ટેમ્બરથી મા અંબાનો ચાચરચોક ખૈલેયાઓથી ઉભરાશે. નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટસ્થાપના ( Ghatsthapana in Ambaji Mandir ) કરવામાં આાવશે. ઘટસ્થાપન આસો સુદ એકમ 26 સપ્ટેમ્બરે સોમવારની સવારે 9.00 થી 10.30 કલાક સુધીમાં કરવામાં આવશે. જ્યારે દુર્ગાષ્ટમી અને આસો પૂનમના ( Sharad Poonam Arti ) રોજ સવારની આરતી 6.00 કલાકે થશે. નવરાત્રીથી અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર ( Change in Darshan time in Ambaji ) કરવામાં આવ્યો છે. સવારની આરતી 7.30 થી 8.00 , સવારે દર્શન 8.00 થી 11.30 ,બપોરે દર્શન- 12.30 થી 4.15 ,સાંજે આરતી 6.30 થી 7.00, જ્યારે સાંજે દર્શન 7.00 થી રાત્રી ના 9.00 કલાક સુધી કરી શકાશે. ત્યાર બાદ ચાચરચોકમા ગરબાનો કાર્યક્રમ શરુ થશે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details