Chandrayaan 3 moon landing : ચંદ્રયાન 3 નું સફળતાપૂર્વક ઉતરાણ થાય તે માટે સુરતમાં ઋષિ કુમારોએ વૈદિક યજ્ઞ કર્યો - Chandrayaan 3
Published : Aug 23, 2023, 4:23 PM IST
સુરત : વિશ્વભર ખબરની નજર ચંદ્રયાન 3 પર છે, ત્યારે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકો વિજય થાય આ માટે સુરતના બદ્રીનારાયણ મંદિર ખાતે 100 જેટલા ૠષી કુમારો દ્વારા વૈદિક યજ્ઞ અને મહામૃત્યુંજય મંત્રનો ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રો અને યજ્ઞના માધ્યમથી શ્રાવણ માસમાં બાબા ભોલેનાથથી ઋષી કુમારોએ પ્રાર્થના કરી હતી કે દેશના વૈજ્ઞાનિકો ચંદ્રયાન 3 પ્રોજેક્ટમાં સફળ થાય અને વિશ્વ ભારતની શક્તિથી પરિચિત થાય. વિશ્વના તમામ લોકો અને ખાસ કરીને વૈજ્ઞાનિકો ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા ચંદ્રયાન 3ના પળ પળ પર નજર રાખી રહ્યા છે. વાત વિજ્ઞાનની છે પરંતુ વિજ્ઞાન વિજય થાય આ માટે સુરત ખાતે અડાજણ વિસ્તારમાં આવેલા બદ્રીનારાયણ મંદિરમાં ગુરુકુળમાં ભણતા 100થી વધુ ઋષિ કુમારો દ્વારા ખાસ વેદીક અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું. ગુરુકુળના અધ્યાપક મહેતા મનોજકુમાર એ જણાવ્યું હતું કે, ચંદ્રયાન સંપૂર્ણ રીતે અને સુરક્ષિત ચંદ્રની સપાટી પર ઉતરે આ માટે વૈદિક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ગુરુકુળના રિશીકુમારોએ મહામૃત્યુંજય મંત્ર પણ સતત ઉચ્ચારી રહ્યા છે.