બસે સ્કૂલ વાનને ટક્કર મારતા 10 બાળકો ઇજાગ્રસ્ત CCTV આવ્યા સામે - Accident case in Gandhinagar
ગાંધીનગર : ગાંધીનગરના રસ્તાઓ આમ તો સૂમસાન હોય છે અને સૂમસાન રસ્તાઓનો ફાયદો ઉપાડીને અનેક વાહનચાલકો કુલ પાટ ઝડપે હંકારી રહ્યા હોય છે, ત્યારે ગાંધીનગરના ચ 6 સર્કલ પાસે બાળકોને સ્કૂલે મૂકવા જતી સ્કૂલ વાનને ટક્કર (Accident case in Gandhinagar) મારીને અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 2 બાળકોની હાલત ગંભીર છે. જ્યારે 8 બાળકોને સામાન્ય ઈજા થતા તાત્કાલિક ધોરણે આ તમામ બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જઈને પ્રાથમિક સારવાર આપીને તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. જ્યારે આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો 25 જૂનના દિવસે પણ ગાંધીનગરના ચ 6 સર્કલ (Ch 6 School van bus Accident) પાસે સ્કૂલ વાનનો અકસ્માત થયો હતો. તેમાં પણ બાળકો ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે ફરીથી ભૂતકાળની ઘટના બની હતી. જ્યારે 25 જૂને બનેલી ઘટનામાં ખાનગી પાસિંગમાં સ્કૂલ વાન ચલાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. (Gandhinagar Ch 6 Circle Accident )
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST