ગુજરાત

gujarat

ETV Bharat / videos

Celebration For Tapi River : તાપી નદીના પ્રાગટ્ય દિવસે સુરતમાં અર્પણ થઇ અધધ લાંબી ચૂંદડી - 700 મીટર લાંબી ચૂંદડી

By

Published : Jul 6, 2022, 7:33 PM IST

Updated : Feb 3, 2023, 8:24 PM IST

દક્ષિણ ગુજરાતના મહત્ત્વના શહેર સુરતની મધ્યમાંથી પસાર થતી તાપી નદીનો (Tapi River )આજે અષાઢ સુદ સાતમે પ્રાગટ્ય દિવસ ઉજવવામાં (Celebration For Tapi River ) આવ્યો છે. તાપી નદીમાં 700 મીટર લાંબી ચૂંદડી (700 meter long sari) અર્પણ કરી પૂજા અર્ચના સાથે પ્રવાહિત કરવામાં આવી હતી.દક્ષિણ ગુજરાતના લોકો માટે જીવાદોરી સમાન તાપી નદીનો આજે પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે અષાઢી સુદ સાતમના દિવસે તાપી નદીનો પ્રાગટ્ય દિવસ ઉજવાય છે.સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ દ્વારા 700 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી. પુરાણો મુજબ જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ કરતી વિશ્વની એકમાત્ર નદી તાપી નદી છે. આજે સુરતમાં તાપી મૈયાની પૂજા કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા,(Surat Corporation ) ભાજપ ,કુરુક્ષેત્ર ટ્રસ્ટ ,શહેર કોંગ્રેસ અને શહેરીજનોની ઉપસ્થિતિમાં તાપી મૈયાની પૂજા કરવામાં આવી હતી.. તાપી મૈયાને ચૂંદડી ઓઢાડી પૂજા અર્ચના કરવામાં આવી ત્યારે નમામિ માતે તાપીના નાદ ઉઠ્યાં હતાં. તાપી નદી આટલી પવિત્ર અને પાવનકારી છે કે એનું માત્ર સ્મરણ કરવાથી જે તમામ દુઃખોનો નાશ થઈ જતો હોય છે એવું કહેવામાં આવે છે. 724 કિલોમીટરનું અંતર કાપીને તાપી નદી અરબી સમુદ્રમાં (Arabian Sea )માં સમાઈ જાય છે. તાપી નદી દક્ષિણ ગુજરાતના ખેડૂતો અને લોકો માટે માતા સમાન છે આજ કારણ છે કે લોકો તેમને અત્યંત પૂજનીય માને છે.
Last Updated : Feb 3, 2023, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details