ગુજરાત

gujarat

Mahisagar Fire:

ETV Bharat / videos

Mahisagar Fire: લુણાવાડા-સંતરામપુર રોડ પર કારમાં આગ લાગતાં બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં - કારમાં આગ લાગવાની ઘટના

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 7:36 PM IST

મહીસાગર: લુણાવાડા- સંતરામપુર રોડ પર કારમાં આગ લાગવાની ઘટના બની છે. કોઈ અગમ્ય કારણોસર કારમાં આગ લાગતા કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સ્થાનિક દર્શકોના જણાવ્યા અનુસાર કારમાં ગેસનો બાટલો ફાટતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતું. જોકે કારમાં આગ લાગતા કારચાલક સહિત અન્ય લોકો કારમાંથી કુદી જીવ બચાવવામાં સફળ થયા હતા. રોડની વચ્ચોવચ કાર સળગવા લાગતા નાસભાગના દૃશ્યો સર્જાયા હતા. વિસ્ફોટ થશે તેવા ભયના માર્યા લોકો કારથી દૂર સલામત અંતરે ખસી ગયા હતા. મુખ્ય રોડ પરથી પસાર થતી ચાલુ કારમાં એકાએક આગ ફાટી નીકળતા રોડ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જાહેર રોડ પર આગના કારણે બીજી કોઇ મોટી સમસ્યા સર્જાય તે પહેલાં જ લોકોની સુઝબુઝથી અને લુણાવાડા ફાયરબ્રિગેડની મદદથી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. લુણાવાડા ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ ન હતી પરંતુ કાર બળીને ખાખ થઇ ગઇ હતી.

Valsad Bus Fire: પારડી હાઇવે ખાનગી લક્ઝરી બસમાં ભીષણ આગ, બસ બળીને ખાખ

ABOUT THE AUTHOR

...view details