Kozhikode Car Accident: સ્પીડમાં આવતી કાર દિવાલ સાથે અથડાઈને પલટાઈ ગઈ, ઘટના CCTVમાં કેદ થઈ ગઈ - Kerala Car Accident
કેરળ: જાકે રાખે સૈયાં મારા સકે ના કોય, ત્યારે ફળ્યું જ્યારે ચાર લોકો માર્ગ અકસ્માતમાં ચમત્કારિક રીતે બચી ગયા. ઘટના મુજબ મંગળવારે રાત્રે ઝડપભેર ચાલતી કારે કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે કાર એક ઘરની દિવાલ સાથે અથડાયા બાદ રોડ પર પલટી ગઈ હતી. બાલુસેરી રોડ પર કરૂમાલા ખાતે ગઈકાલે રાત્રે લગભગ 10.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. ઘટના બાદ સામે આવેલા CCTV ફૂટેજ પરથી અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાય છે.
કાર રોડ પર પલટી મારી ગઇ: અકસ્માતમાં હાઇસ્પીડ કાર ઘરની દિવાલ સાથે અથડાઇને રોડ પર પલટી મારી ગઇ હતી. અકસ્માત દરમિયાન કારમાં એક બાળક સહિત ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. જોકે કારમાં બેઠેલી એક મહિલાને હાથમાં ઈજા થઈ હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. કેરળના કોઝિકોડમાં એક ઝડપી કારનો અકસ્માત થયો હતો. આ દરમિયાન કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો: આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. એવું કહેવાય છે કે, કટ્ટીપારાનો એક પરિવાર કિનલુરમાં મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે કારમાં સવાર લોકો સીટ બેલ્ટ સહિતના સલામતીનાં પગલાંને કારણે બચી શક્યા હતા. આ અંગે પોલીસનું કહેવું છે કે, અકસ્માતનો ભોગ બનનારના પરિવારજનો વધુ માહિતી આપવાનું ટાળી રહ્યા છે.
લોકોએ રાહતનો શ્વાસ લીધો: બીજી તરફ અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકત્ર થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક કારમાં સવાર લોકોને બહાર કાઢવાની પહેલ કરી હતી. આ ઉપરાંત એમ્બ્યુલન્સ અને પોલીસને પણ માહિતી આપવામાં આવી હતી. કાર પલટી જવાને કારણે તેના ચાર પૈડા ઉપરની તરફ વળ્યા હતા. અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો સલામત રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.