પદયાત્રીઓ દ્વારા ફેંકવામાં આવતા કચરાનો યોગ્ય નિકાલ કરી રસ્તાઓ સ્વચ્છ બનાવ્યાં - સ્વચ્છ ભારત અભિયાન
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ટી.ડી.ઓ બળવંતસિંહ રાજપૂત દ્વારા અંબાજી જતા પદયાત્રીઓએ રસ્તામાં ફેકવામાં આવતા કચરાને ઉપાડી માર્ગો સ્વચ્છ બનાવવાનું સુંદર Ambaji Mela in Sabarkanthaઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાદરવી પૂનમના મેળા અંબાજી અને ખેડબ્રહ્મા ચાલીને જતા પદયાત્રીઓ દ્વારા people going Ambaji Mela રસ્તામાં પ્લાસ્ટીક કચરો, ફળોની છાલ વગેરે ફેંકવામાં આવે છે. જેથી આ માર્ગો કચરાના ઢગ બની રહે છે. વડાપ્રધાન દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને આવકારી વડાલી તાલુકા વિકાસ અધિકારી બળવંતસિંહ રાજપૂત દ્વારા રસ્તા ઉપર ફેકવામાં આવતા પ્લાસ્ટિક સહિતના અન્ય કચરાને ઉપાડવાનું ખુબ જ સરાહનીય કામ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યમાં આસપાસના વિસ્તારના લોકો, બાળકો ઉત્સાહભેર ભાગ લઈ સફાઈ અભિયાનને સફળ બનાવી રહ્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST