ગુજરાત

gujarat

ETV Bharat / videos

ઉપલેટા શહેરના તાલુકા શાળામાં આવેલા બુથ 89 સવારથી જ બંધ હાલતમાં: મતદારોની લાગી લાઈન

By

Published : Dec 1, 2022, 10:35 AM IST

Updated : Feb 3, 2023, 8:34 PM IST

મતદાન શરૂ થતાની સાથે જ રાજકોટ જિલ્લાના ઉપલેટા(Upleta town of Rajkot district) શહેરના તાલુકા શાળામાં આવેલ 89 નંબરનો બુથ સવારથી જ બંધ હાલતમાં હોવાને લઈને મતદારોની લાઈનો લાગી છે. આજે પ્રથમ તબક્કાનું (First phase polling) મતદાન છે ત્યારે ધોરાજી ઉપલેટા વિધાનસભા(Gujarat Assembly Election 2022) ઉપર વહેલી સવારથી જ મતદાન (Upaleta assembly seat) શરૂ થયું છે. જેમાં આજે ધોરાજી ઉપલેટા વિધાનસભા(Dharaja Upaleta Legislative Assembly) ઉપર 2,68,676 મતદારો હોવાની વિગતો સામે આવી છે. ધોરાજી ઉપલેટા વિધાનસભા ઉપર કુલ 272 બુધ પર આજે મતદાન થવાનું છે. ત્યારે ઉપલેટા શહેરના મામલતદાર કચેરી સામે આવેલ તાલુકા શાળાના બુથ નંબર 89 માં સવારથી જ ટેકનીકલ ખામી આવતા મતદાન બંધ હોવાનું સામે આવ્યું છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થયું હતું. ત્યારે સવારે મશીન ચકાસણી કર્યા બાદ એક પણ મત નથી પડ્યો જેના કારણે મતદારોની લાઈનો લાગે છે. મતદારોમાં પણ નિરાશા અને રોશ પણ જોવા મળી રહ્યો છે. જે રીતે આજે પ્રથમ તબક્કાનું મતદાન છે ત્યારે ઉપલેટા શહેરના વોર્ડ નંબર ચારના 89 નંબરના બુથની અંદર ટેકનિકલ ખામી સર્જાતા સવારથી જ એક પણ મત નથી પડ્યો હોવાનું સામે આવ્યું છે. તો કે હજુ સુધી કોઈ પણ જાતનું નિરાકરણ નહીં આવતા મતદારોની લાઈનો યથાવત જોવા મળી રહી છે.
Last Updated : Feb 3, 2023, 8:34 PM IST

ABOUT THE AUTHOR

...view details