રશિયાથી ગુજરાત રાતોરાત ગભરાટ ફેલાવનાર ફ્લાઇટ રડાર પર જૂઓ વીડિયો - Moscow Goa Flight Emergency Landing
જામનગરના એરપોર્ટ પર ઈન્ટરનેશલ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing At Jamnagar Airport) કરવામાં આવ્યું છે. આ ફ્લાઈટમાં બોંબ હોવાની આશંકાને પગલે જામનગર એરપોર્ટ (Bomb Threat Moscow Goa Flight) પર લેન્ડિંગ કરાયું છે. બોંબ હોવાની આશંકાને પગલે જામનગરમાંથી પોલીસ વડા (Jamnagar SP) સહિત બોંબ સ્ક્વોડનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો. જામનગર એરપોર્ટને તમામ બાજુએથી કોર્ડન કરી દેવામાં આવ્યું છે. (Moscow Goa Flight Emergency Landing) જો કે આ ઘટનાને 'ફ્લાઇટ રડાર 24'ની નજરે તસવીરોમાં આ રીતે જોઈ શકાય છે. (Flight radar 24 Moscow Goa Flight) આ ફ્લાઈટ મેક્સિકોથી ગોવા જઈ રહી હતી. એ સમયે જામનગર એરપોર્ટમાં ઈમરજન્સી લેન્ડ કરવામાં આવી હતી. જામનગર પોલીસ કંટ્રોલ રૂમને વિમાનમાં બોંબ હોવા અંગેની જાણ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના અંગની જાણ થતા જિલ્લા પોલીસવડા સહિત ક્લેક્ટર પણ એરપોર્ટ પહોંચી ગયા હતા.
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST