Amreli News: સાવરકુંડલામાં ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું, CM ભૂપેન્દ્ર પટેલે લોકસભાની 26 બેઠકો જીતવા કરી હાકલ - સાવરકુંડલામાં ભાજપ કાર્યકર્તા સંમેલન યોજાયું
અમરેલી:સાવરકુંડલા ખાતે લોકસભા મહા સંમેલનમાં ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા. સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તારના હોદ્દેદારો કાર્યકરો ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી મુખ્યપ્રધાનનું સ્વાગત કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના નવા કાર્યલયનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ જાહેર સભા સંબોધી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ પૂરા થયા છે તેના ભાગ રૂપે મહાસંમેલન યોજાયું હતું. અમરેલી જિલ્લા સંસદીય મત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહા સંમેલન ખાતે રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ, વિધાનસભા નાયબ દંડક કૌશિક વેકરીયા, અમરેલી સાંસદ નારણ કાછડીયા, ધારાસભ્ય જે.વી.કાકડિયા ધારાસભ્ય જનક તલાવિયા સહિત રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થયા છે છેવાડાના ગામ સુધી વિકાસના કાર્યો કરવામાં આવ્યા છે આરોગ્ય લક્ષી સેવા લોકો સુધી પહોંચાડવામાં આવી છે. વડાપ્રધાને બનાવેલ યોજનાઓ છેવાડાના ગરીબ માણસો સુધી પહોંચે તે બાબતે કરાયેલા પ્રયાસોની જાણકારી આપી હતી.