ચાર રાજ્યોમાં ભાજપનો જવલંત વિજય, જામનગરમાં જિલ્લા ભાજપે કરી ઉજવણી - જામનગરમાં જિલ્લા ભાજપે કરી ઉજવણી
Published : Dec 3, 2023, 4:40 PM IST
જામનગર: ચાર રાજ્યમાં ભાજપને બહુમતી મળતાં જામનગર અટલ ભવન ખાતે જિલ્લા ભાજપ દ્વારા જીતનો જશ્ન બનાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલય એટલે કે અતુલ ભવન ખાતે પહોંચ્યા હતા. અહીં ફટાકડા ફોડી મોં મીઠું કરી અને ઢોલ નગારા વગાડી જીતની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપના કાર્યકરોમાં જીતનો માહોલ જોવા મળી રહ્યો છે.
જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ જણાવ્યું હતું કે ચાર રાજ્યમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જાદુ ચાલ્યો છે. મોદીની ગેરંટી કામયાબ રહી છે અને નરેેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપને ચાર રાજ્યમાં સ્પષ્ટ બહુમતી મળી છે. જેનાથી પાર્ટીના કાર્યકરોમાં નવું જોમ જોવા મળી રહ્યું છે. જનતા 2024ની લોકસભા ચૂંટણીનું અગાઉથી પરિણામ જોઈ રહ્યા છે.