કોંગ્રેસના ગઢમાં ભાજપના મહેન્દ્ર પાડલિયાએ ગાબડું પડ્યું - રાજકોટ વિધાનસભા સીટ
રાજકોટ જિલ્લાની(Gujarat Assembly Election 2022) સૌથી વધુ ચર્ચામાં રહેતી ધોરાજી ઉપલેટા વિધાનસભા પર કોંગ્રેસના ગઢમાં ભાજપના ડોક્ટર મહેન્દ્ર પાડલીયાએ ગાબડું પાડી જંગી લીડ સાથે જીત મેળવી છે. રાજકોટ જિલ્લાના(Rajkot assembly seat) ધોરાજી ઉપલેટા વિધાનસભાના ભાજપના ઉમેદવાર(BJP candidate) ડોક્ટર મહેન્દ્ર પાડેલીયાએ કોંગ્રેસના ગઢની અંદર ગામડુ પાડીને 12000 કરતા પણ વધારે મતોથી જીત મેળવી હોવાનું સામે આવ્યું છે. મહેન્દ્ર પાડેલીયાએ etv ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારને વધુ વિકસિત અને વધુ શિક્ષણ અને સારું શિક્ષણ તેમજ વધુને વધુ તમામ પ્રકારની સેવાઓને સુવિધા મળે તે પ્રકારના પ્રયત્નો કરશે તેવું જણાવ્યું છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST