માંડવી બેઠક પર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે 48297ની જંગી લીડથી વિજેતા બન્યા - કચ્છની 6 વિધાનસભા બેઠકો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામો (Gujarat Assembly Election 2022 Results) આવી રહ્યાં છે. જેમાં કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે સવારે 8 વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં માંડવી વિધાનસભા બેઠક (Mandvi seat )પર ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવે વિજેતા (BJP candidate Anirudh Dave won Mandvi seat )બન્યા હતાં ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેને કુલ 90303 મત તો કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ જાડેજાને 42006 મત, આપના કૈલાશ દાન ગઢવીને 22,791 મત તો AIMIM પાર્ટીના ઉમેદવાર મહમદ ઇકબાલને 8494 મત મળ્યા હતા. ભાજપના ઉમેદવાર અનિરુદ્ધ દવેએ 48297 ની લીડથી વિજેતા (Anirudh Dave won )બન્યા હતા અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પ્રથમ વખત ચૂંટણી લડતા અનિરુદ્ધ દવે પ્રથમ વખત ધારાસભ્ય બનશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST