Cyclone Biparjoy: સંભવિત વાવાઝોડાની અસર શરૂ, પવન સાથે વરસાદ
જામનગર:રાજ્યમાં વાવાઝોડાનું આવી રહ્યું છે. ત્યારે જામનગરમાં બિપરજોઈને નામના વાવાઝોડાની અસર શરૂ થઈ છે. જામનગરમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. કાળા ડિબાગ વાદળા છવાયા છે તેમજ ભારે પવન સાથે સમગ્ર પંથકમાં વરસાદ ચાલું થયો છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે સાંજ સુધીમાં નાલિયા માંડવી અને કરાંચીમાં બીપર જોય વાવઝોડું લેન્ડફોલ થાય તેવી શકયતા છે. જો કે સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે વાવઝોડાની અસર શરૂ થઈ છે. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરિયા કિનારાના 22 જેટલા ગામોમાંથી લોકોનો સ્થળાંતર કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાંથી 8542 લોકોનું સ્થળાંતર થયું છે. તેમજ શહેરની 44 જેટલી સ્કૂલો લોકો માટે ખોલી નાખવામાં આવી છે. તેમજ અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત બેઠકોનો દૂર જોવા મળી રહ્યો છે. કોઈપણ સંજોગોમાં વાવાઝોડાની સમગ્ર પંથકમાં કોઈ આડઅસર ના થાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
15 જૂનના ટકરાશે બિપરજોય વાવાઝોડુ :અરબી સમુદ્રમાં સર્જાયેલું પ્રચંડ ચક્રવાત બિપરજોય તારીખ 15 જૂનના સાંજે ગુજરાતના કચ્છ જિલ્લાના માંડવી અને કરાંચી વચ્ચે ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં બુધવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વાવાઝોડું 15 જૂનના રોજ સાંજે 6થી 9.30ની વચ્ચે જખૌ પર ટકરાઈ શકે છે.