Valsad News : લગ્નના ઘોડે ચડે તે પહેલા યુવાન અકસ્માતમાં મૃત્યુ - Youth dies accident in Bilpudi village
વલસાડ : રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે. કેટલાક એટલી ભયંકર રીતે અકસ્માત સર્જાય છે કે લોકોનું મૃત્યુ થતાં સમગ્ર વિસ્તારમાં ખુશીનો માહોલ છીનવાઈ જાય છે. ત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર બીલપુડી ગામે BRS કોલેજ પાસે ટેમ્પો ચાલક અને બાઈક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મૃત્યુ નિપજ્યું છે. ટેમ્પો ચાલક અચાનક વળાંક લેતા પાછળથી આવતા બાઈક ચાલક યુવાકને અડફેટે લીધો હતો. જેથી બાઈક ચાલક યુવાને માથાના ગંભીર ઇજા પહોંચતા ધટના સ્થળે કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું.
આ પણ વાંચો :Navsari Highway : આ હાઇવે પર પસાર થતા પહેલા સાવધાન, ફરી મોટી જાનહાનિ ટળી
કેવી રીતે અકસ્માત સર્જાયો : બાઈક ચાલક યુવાન ધડાકાભેર અથડાતા તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગણતરીના દિવસોમાં બાઈક ચાલક યુવાન મિલનના લગ્ન થવાના હતા. લગ્ન માટે છોકરી જોવા માટે જવાના હોવાને લઈને મિલન કપડાં ખરીદવા માટે પોતાના ઘરથી બાઇક લઈને ધરમપુર આવવા માટે નીકળ્યો હતો અને રસ્તામાં જ તેને યમરાજા ભેટી ગયા હતા. આ અકસ્માત મૃત્યુના પગલે પરિવાર તેમજ સમગ્ર વિસ્તારમાં શોકના લાગણી પ્રસરી વળી છે.
આ પણ વાંચો :UP Santkabirnagar Accident: રસ્તો ક્રોસ કરી રહેલો બાળક 22 પૈડાવાળા ટ્રકની નીચે આવી ગયો, પછી શું થયું...
લગ્ન શોક ફેરવાયા :જે ઘરમાં ગણતરીના દિવસોમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવનાર હતું. એ જ ઘરના યુવાનને અકસ્માત નડતા અને યુવકનું મૃત્યુ થતા ઘરમાં ગમગીની ફેલાઈ છે. મૃતક યુવક કપડાં લેવા માટે ઘરથી બાઇક લઈને બહાર નીકળ્યો હતો પરતું બીઆરએસ કોલેજ પાસે અકસ્માત નડતા તેનું સ્થળ ઉપર જ ગંભીર ઇજાઓને પગલે મોત નીપજ્યું હતું