Bike rally in Narmada: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ વિશે સી.આર.પાટીલ શું બોલ્યા ?
નર્મદા જિલ્લાની મુલાકતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ આવ્યા હતા. રાજપીપલામાં આવતા પ્રથમ દિવ્ય યોગી હિસ્પિટલનું લોકાર્પણ કર્યું. બાદમાં ભવ્ય રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrut Mahotsav )અંતર્ગત ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું(Bike rally in Narmada )આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી રાજપીપલા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે 2,000 બાઇકો લઈ યુવાનોની રેલીને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ બાઇક રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન (Bharatiya Janata Party)કરાવ્યુ હતું. જેમની સાથે સાંસદ મનસુખ વસાવા પણ જોડાયા હતા. બાઇક રેલીને પ્રસ્થાન કરાવ્યા બાદ સી.આર.પાટીલ જાતે બાઇક પર બેસી બાઇક ચલાવી હતી. કહ્યું હતું કે આજે બાઇક રેલીમાં ભાજપ જોડે હજારો લાખો લોકો દેશની રક્ષા કાજે જોડાય છે. એટલે ભાજપમાં જોડાય છે. હાર્દિક પટેલે ભાજપની કામગીરીની પ્રશંસા કરી આવી પ્રશંસા કોંગ્રેસના કેટલાય નેતા કરવા માંગે છે પણ હિંમત કરતા નથી હાર્દિકે હિંમત કરી છે. કહી હાર્દિકના હિંમતની દાદ સી આર.પાટીલે કરી હતી.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST