ગુજરાત

gujarat

ETV Bharat / videos

બાલાસિનોરમાં અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત - એક જ પરિવારના ત્રણ સભ્યોને ટ્રકે કચડી નાખ્યા

By

Published : Sep 22, 2022, 10:31 PM IST

Updated : Feb 3, 2023, 8:28 PM IST

મહીસાગર: મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં એક ગોજારા અકસ્માતની ઘટના (Motorcycle Accident in Mahisagar) સામે આવી છે. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ટ્રકે (Three members of family were crushed by truck) કચડી નાખ્યા હતા. બાલાસિનોર બસ સ્ટેશન (Bike accident from Balasinor bus station) પાસેથી બાઈક પર નીકળેલા પતિ, પત્ની અને બાળકને ટ્રકે કચડી નાખતા તમામના સ્થળ પર જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.આ ઘટનાની વિગતો મુજબ, બાલાસિનોરમાં બસ સ્ટેશન પાસેથી પતિ પત્ની અને તેમનું બાળક એક બાઈક પર પસાર થઈ રહ્યા હતા. આ પરિવાર અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન ટ્રક સાથે બાઈકનું અકસ્માત થયું હતું. જેમાં પરિવારના ત્રણેય સભ્યો પરથી ટ્રકનું ટાયર ફરી વળતા તમામના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક ત્યાં જ મૂકીને ફરાર (Truck driver absconded after the accident) થઈ ગયો હતો. અકસ્માત થતા જ આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. અકસ્માતના પગલે મુખ્ય માર્ગ પર ટ્રાફિક જામ થયો હતો. બીજી તરફ પોલીસ પણ બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલમાં પોલીસે તમામ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details