ભુજ બેઠક પર ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ વિજેતા બન્યાં લીડ જાણો - Bhuj Assembly Seat
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ (Gujarat Assembly Election 2022 Results ) ને લઇને કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે 8 ડીસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા મથક ભુજ વિધાનસભા બેઠક (Bhuj Assembly Seat ) પર ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ વિજેતા (Keshubhai Patel Win) બન્યા હતાં.ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલને કુલ 96582 મત તો કોંગ્રેસના ઉમેદવાર અરજણ ભૂડીયાને 36768 મત મળ્યા હતાં. તો આપના ઉમેદવાર રાજેશ પિંડોરીયાને 8060 મત મળ્યા હતાં. AIMIM પાર્ટીના ઉમેદવાર સકિલ સમાને 31295 મત મળ્યા હતાં. ભાજપના ઉમેદવાર કેશુભાઈ પટેલ 59,814 ની લીડથી વિજેતા બન્યા હતાં અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. કેશુભાઈ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બનશે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST