ગુજરાત

gujarat

ETV Bharat / videos

ભરૂચમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં ગાયાં મોંઘવારીના ગરબા - આમ આદમી પાર્ટીના ઉમેદવારના પ્રચાર

By

Published : Nov 29, 2022, 12:59 PM IST

Updated : Feb 3, 2023, 8:33 PM IST

ગુજરાત વિધાનસભા ચૂંટણી Gujarat Assembly Election 2022 માં આમ આદમી પાર્ટીએ ભરુચમાં મોંઘવારીના ગરબા રમીને પક્ષ પ્રચાર AAP Campaign કર્યો હતો. ભરૂચ વિધાનસભા બેઠક Bharuch Assembly Seat ના આમ આદમી પાર્ટી ઉમેદવાર મનહર પરમાર AAP Candidate Manhar Parmar અને તેઓના કાર્યકર્તાઓ દ્વારા અનોખી રીતે ચૂંટણીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મોંઘવારી ગરબાના ગીત ઉપર ડબ્બાઓ પર પેટ્રોલ ડીઝલનો ભાવ લખી અને તેલનો ડબ્બો લઈને ગરબા રમ્યા હતાં. આ ગરબામાં ગેસના બોટલ સહિત શાકભાજી હાથમાં લઈને ગરબે ઝૂમતા નજરે પડ્યા હતા. મોંઘવારી નાબૂદ કરવા માટે આમ આદમી પાર્ટીને વોટ આપવા માટે મતદારોને રીઝવવાનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. અરવિંદ કેજરીવાલ Arvind Kejriwal આવશે આમ આદમી પાર્ટી આવશે મોંઘવારી ઘટાડશે વીજળી મફત આપશે શિક્ષણ મફત આપશે આરોગ્ય મફત આપશે એવા ગરબાના ગીતો ગાઇને પોતપોતાના હાથમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને મતદારો દ્વારા શાકભાજી પેટ્રોલ ડીઝલના ડબ્બા લઈને અને ગેસનો બોટલ ઊંચકીને ગરબે રમતા જોવા મળ્યા હતા.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details