અંબાજી ભાદરવી પૂનમ મેળો સંપન્ન, અંબાજી મંદિર ટ્રસ્ટને ત્રણ કિલો સોનાનું દાન પણ મળ્યું - Ambaji Police Praised
શક્તિપીઠ અંબાજી ગામમાં ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો ( Bhadarvi Poonam Melo 2022 Last Day ) આજે છઠ્ઠો અને અંતિમ દિવસ છે. મેળાનો છેલ્લો દિવસ હોવા છતાં હજી સુધી અંબાજી જતા માર્ગો ઉપર માતાજીના રથ ધમધમી રહ્યા છે ને બોલ માડી અંબે જય જય અંબેના નાદ સંભળાઇ રહ્યાં છે. આજે પૂનમની સાથે સરાદિયાં પણ શરુ થયા છે. કેટલાક પદયાત્રીઓ પોતાના વતનથી અખંડ દીવો લઇ અંબાજી મંદિરે પહોંચ્યા હતાં. શ્રદ્ધાળુઓના મતે આ અખંડ જ્યોત પોતાના ઘરેથી નીકળ્યા બાદ રસ્તામાં વરસાદ કે વાવાઝોડું હોય તો પણ બૂઝવવા દેવામાં આવતી નથી. અંબાજી મંદિરે પહોંચ્યા બાદ આ જ્યોતને મંદિરમાં રહેલી જ્યોત સાથે મિલાવી દેવામાં આવે છે. આ મેળામાં લોકોએ અંબાજી પોલીસના વખાણ કર્યા (Ambaji Police Praised ) છે. અંબાજી ભાદરવી પૂનમના મેળાનો છેલ્લો દિવસ છે ત્યાંરે આશરે 25 લાખ ( 25 Lakh Devotees Ambaji Darshan ) ઉપરાંત શ્રદ્ધાળુઓ મા અંબાના દર્શનનો લાભ લઇ ચૂક્યાં છે. મંદિરના શિખરે 3000 ઉપરાંત ધજારોહણ પણ કરવામાં આવ્યું છે. આ મેળા દરમિયાન અંબાજી મંદિર ટ્રસ્ટને ત્રણ કિલો સોનાનું દાન ( Donation of three kilos of gold to Ambaji Mandir Trust ) પ્રાપ્ત થયું છે. અંબાજી મંદિર દ્વારા શરુ કરાયેલી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થામાં અઢી લાખ ઉપરાંત લોકો ભોજન પ્રસાદનો લાભ લીધો છે.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST