કૂવાડિયામાં આંટાફેરા મારતો દીપડો પીંજરામાં કેદ થતાં ગ્રામજનોનો ભય ટળ્યો - બારડોલીમાં દિપડો
સુરત : બારડોલી તાલુકાના છેવાડાના કુવાડિયા ગામે શુક્રવારના રોજ દીપડો પાંજરે (Leopard caged in Kuvadiya village) પૂરાય હતો. વન વિભાગની ટીમ દ્વારા દીપડીનો કબજો લઈ જંગલમાં છોડવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી તાલુકાના છેવાડાના કુવાડિયા ગામે છેલ્લા કેટલાક સમયથી દીપડો દેખાઈ રહ્યો હોવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. રાત્રિના સમયે ગ્રામજનો બહાર નીકળતા પણ ડરી રહ્યા હતા. આ ઉપરાંત ખેડૂતો અને ખેત મજૂરો પણ ખેતરમાં જતાં ડર અનુભવી રહ્યા હતા. જેને લઈને ગ્રામજનોએ બારડોલી વન વિભાગને (Bardoli Forest Division) જાણ કરી હતી. વન વિભાગની ટીમ એક સપ્તાહ અગાઉ કૂવાડિયામાં દીપડાને (Leopard in Bardoli) પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. જેમાં શુક્રવારે સવારે શિકારની લાલચમાં એક દીપડો પાંજરે પુરાયો હતો. બારડોલી વન વિભાગના RFO સુધાબેને જણાવ્યુ હતું કે, શુક્રવારે સવારે એક દીપડો પાંજરે પુરાયો હતો. જેની ઉંમર આશરે 4 વર્ષ જેટલી છે. દીપડોનો કબજો લઈ તેને ગાઢ જંગલમાં છોડવામાં આવી છે.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST