Baba Bageshwar: પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ શક્તિપીઠ અંબાજી ધામની મુલાકાત લીધી
બનાસકાંઠા: બાગેશ્વરધામ સરકારના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી ધામમાં પહોંચ્યા હતા. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટના પુજારીઓ દ્વારા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું કુમકુમ તિલક અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ મંદિરના શિખરે ધજા ચઢાવી મા અંબેના નીજ મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા. બપોરની રાજભોગ આરતીમાં ઉપસ્થિત રહી માતાજીની પૂજા અર્ચના સહિત આરતી કરી હતી. જ્યાં મંદિરના પુજારીએ માથે પાવડી મુકી ચુંદડી ઓઢાડી આશીર્વાદ આપ્યા હતા.
માતાજીના આશીર્વાદ લીધા: આ પ્રસંગે અંબાજી મંદિરના વહીવટદાર સિધ્ધી વર્માએ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને માતાજીની છબી સ્મૃર્તી ચિન્હ તરીકે અર્પણ કરી હતી. ત્યાર માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા. ગુજરાતની મુલાકાતે આવેલાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગુજરાતની પ્રજાને જગાડવા માટે આવ્યો છુ. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા સૌના સહયોગની અપેક્ષા હોવાનું જણાવ્યુ હતું.