Ahmedabad Stray Cattle Video: AMCની આ તે કેવી કામગીરી ! બહેરામપુરા ઢોરવાડમાં રખડતા ઢોરની દયનીય હાલત, જુઓ વીડિયો - Ahmedabad Stray Cattle Video
Published : Sep 7, 2023, 6:23 PM IST
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ શહેરમાં રખડતા ઢોર બાબતે ઢોર પોલીસી અમલમાં મૂકી હતી. ત્યાર બાદ AMCના CNCD વિભાગ દ્વારા શહેરમા રખડવા ઢોર પકડવાની કામગીરી શરુ કરી હતી. ત્યારબાદ શહેરમાંથી અલગ અલગ વિસ્તારમાંથી ઢોર પકડીને ઢોરવાડ મોકલવામાં આવી રહ્યા છે. પંરતુ બહેરામપુરા ઢોરવાડાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જેમાં એટલે બધા પશુઓ ભરવામાં આવ્યા છે કે તેમ પૂરવામાં આવેલ પશુ નીચે બેસી પણ શકતા નથી. જેને લઈને કોર્પોરેશનની કામગીરી લઇને સવાલ ઊભા થઇ રહ્યા છે. છેલ્લાં ઘણાં સમયથી નવા ઢોરવાડા બનવાની કામગીરી ચાલી રહી હતી તેમ છતા નવા ઢોરવાડા બનાવી શકાયા નથી અને આ અબોલ પશુઓને મોત મુખમાં ઘકેલવામાં આવી રહ્યા છે.