બચુભાઈ ખાબડને આવ્યો ફોન, આદિવાસી પરંપરાગત નૃત્ય કરીને ઉજવણી - Gujarat Assembly Election 2022
આજે ભુપેન્દ્ર પટેલની નવી સરકાર(Bhupendra Patel new government) બપોરે બે કલાકે શપથ લેવાની છે. ત્યારે મોડી રાતે ધણા ધારાસભ્યોને ફોન આવ્યા હતા. ત્યારે આદિવાસી સમાજના આગેવાન (tribal community leader) અને દેવગઢ બારીયાના(MLA from Devgarh Baria) ધારાસભ્ય બચુભાઈ ખાબડને પ્રધાન તરીકેની પસંદગી કરવામાં આવી છે. અને તેમને ભુપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીમંડળ સમાવેશ થઇ શકે છે. ત્યારે તેમના વિધાનસભા વિસ્તારમાંથી આવેલા તમામ આદિવાસી ભાઈઓ બહેનો દ્વારા ધારાસભ્ય નિવાસ્થાન ખાતે જ આદિવાસી પરંપરાગત નૃત્ય કરવામાં આવ્યું હતું. ગરબા પણ કરવામાં આવ્યા હતા. બચ્ચું ખાબડને ભુપેન્દ્ર પટેલની સરકારમાં પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવશે. તેની ઉજવણી તેમના કાર્યકર્તાઓ દ્વારા ગરબા રમીને કરવામાં આવી હતી.
Last Updated : Feb 3, 2023, 8:35 PM IST