IND Vs PAK: મેચ પહેલા બાબર આઝમે ભારતને T20 વર્લ્ડ કપમાં હારની યાદ અપાવી - undefined
Published : Oct 13, 2023, 3:22 PM IST
|Updated : Oct 13, 2023, 5:07 PM IST
અમદાવાદ: આવતીકાલે ભારત-પાકિસ્તાનની મેચને લઈને પાકિસ્તાનની ટીમ અમદાવાદ પહોંચી ગઈ છે. ભારતીય ટીમ સામેની મોટી મેચ પહેલા બાબર આઝમે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ભારતને હરાવી શકીએ છીએ. અમે આ 2021માં કર્યું છે. અમે બેટિંગ અને બોલિંગ બંનેમાં ટીમ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકીએ. 2021માં અમે T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવ્યું હતું. મને લાગે છે કે અમે અહીં પણ એવું જ કરી શકીએ છીએ.
સારું પ્રદર્શન કરવાની તક:અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં ખરાબ પ્રદર્શન કરનાર બાબરે કહ્યું- મેં આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી વધારે રન નથી બનાવ્યા અને મને આશા છે કે આ બદલાશે. જો તમારે વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરવું હોય તો સારું ફિલ્ડિંગ કરવું પડશે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. મને લાગે છે કે ભૂતકાળમાં શું થયું તે મહત્વનું નથી. ભારત-પાકિસ્તાન મેચ જોરદાર છે. મને લાગે છે કે અમારી પાસે ચાહકોની સામે સારું પ્રદર્શન કરવાની તક છે. અમે તે પ્રમાણે પ્લાનિંગ કરીશું. હૈદરાબાદમાં અમને ઘણો ટેકો મળ્યો અને અમે અમદાવાદ માટે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ.
રેકોર્ડ તોડવા માટે રમીશું: પાકિસ્તાન કેપ્ટન બાબર આઝમે જણાવ્યું હતું કે તમામ રેકોર્ડ તૂટવા માટે જ હોય છે, આવતીકાલે વર્લ્ડકપ રેકોર્ડ તોડવા માટે રમીશું. મોટા ક્રાઉડ સામે રમવાનો અમને અનુભવ છે, પ્રેસર નહીં અનુભવીએ. અમારી તાકાત બોલિંગ છે. પણ અમારે બેટિંગ પર પણ ફોકસ કરવું પડશે. આ એક મેચ હારી જવાથી કપ્તાની ચાલી જાય એવું શક્ય નથી
TAGGED:
pakistan pc