ગુજરાત

gujarat

ETV Bharat / videos

Azadi Ka Amrut Mahotsav: આઝાદી કા અમૃત મહોત્સવ અંતરગત ભાજપ યુવા મોરચા દ્વારા સાબરકાંઠામાં રેલી યોજાઇ - Azadi Ka Amrut Mahotsav Rally in Sabarkantha

By

Published : Apr 8, 2022, 2:16 PM IST

સાબરકાંઠામાં આઝાદીના 75 વર્ષ નિમિત્તે ગુજરાતમાં ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટની અધ્યક્ષતામાં રેલીનું આયોજન થયું છે. જે ત્રણ હજાર કિલોમીટર બાઇક રેલી કરી 80 જેટલી વિધાનસભાઓમાં ભારતના યુવાનોનું આઝાદીમાં યોગદાન વિષય અંતર્ગત સ્થાનિક કક્ષાએ જાગૃતિ લાવવાનું કામ કરશે. સાબરકાંઠાના હિંમતનગર વિધાનસભામાં બાઈક રેલીની શરૂઆત થઇ હતી. આઝાદી કા અમૃત મહોત્સવ( Azadi Ka Amrut Mahotsav)નિમિત્તે નીકળેલી રેલીમાં જોડાયેલા તમામ યુવાનોનું સ્વાગત કરાયું હતું તેમજ સાબરકાંઠા જિલ્લામાંથી પણ ખુબ મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. જોકે એક તરફ વિધાનસભાની તૈયારીઓ ચાલી રહી છે સાથે સાથે યુવાનોને ખુબ મોટી સંખ્યામાં ઇતિહાસની જાણકારી આપવાનો પ્રયત્ન થઈ રહ્યું છે ત્યારે હાલના તબક્કે યોજાયેલી રેલી આઝાદીમાં યુવાનો દ્વારા આપવામાં આવેલા બલિદાનની જાણકારી માટે મહત્વનું બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details